[theme_section_hidden_section.ReportAbuse1] : Plus UI currently doesn't support ReportAbuse gadget added from Layout. Consider reporting about this message to the admin of this blog. Looks like you are the admin of this blog, remove this widget from Layout to hide this message.
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ
કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !
મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!
હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!
હું ખળખળ વહું છું નર્મદાઘાટે
નેખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!
હું સાબરમતીથી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !
સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ..
👏👏👏